• Image-Not-Found

જે ચોમાસું યુપી-બિહારને ભીંજવતું હતું તે હવે રાજસ્થાન અને ગુજરાત પર છે. તેથી જ દેશના પશ્ચિમ ભાગમાં આવેલા આ સૂકા રાજ્યો ભયંકર વરસાદનો શિકાર બની રહ્યાં છે.


ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. આ પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. આબોહવા પરિવર્તન અને વધતા તાપમાનના કારણે વરસાદની પેટર્નમાં આ ફેરફાર આવ્યો છે. જ્યાં પહેલા યુપી અને બિહાર ચોમાસામાં ડૂબી જતા હતા, હવે શુષ્ક રાજ્યો પૂરનો સામનો કરી રહ્યાં છે.



આટલા વરસાદ ને કારણે હવામાનશાસ્ત્રીઓ પણ અંદાજ લગાવી શકતા નથી કે રાજસ્થાનના રણ વિસ્તારના જિલ્લાઓમાં આટલો વરસાદ કેમ પડી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે વરસાદની પેટર્નમાં તીવ્ર ફેરફાર થયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ભારે વરસાદને કારણે બંગાળની ખાડીમાં ઘણા ઓછા દબાણવાળા વિસ્તારો પશ્ચિમ તરફ આગળ વધી રહ્યા છે.



પહેલા રૂટ બિહાર-યુપી-હરિયાણા હતો, હવે બદલાઈ ગયો છે. સામાન્ય રીતે, બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધે ત્યારે તેનો રૂટ બિહાર, યુપી, હરિયાણા અને પંજાબ હોય છે પરંતુ આ વખતે વરસાદ વહન કરતા ઓછા દબાણવાળા વિસ્તારે તેનો રૂટ બદલી નાખ્યો છે. તે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન થઈને પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.



હવામાનશાસ્ત્રીઓ આનું કારણ ક્લાઈમેટ ચેન્જ માને છે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતના જણાવ્યા અનુસાર, આબોહવા પરિવર્તન સૌથી મોટું કારણ છે. જેના કારણે રાજ્યોમાં વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. આ વર્ષે બંગાળની ખાડીમાં ચાર લો-પ્રેશર વિસ્તારો અને બે ડિપ્રેશન સર્જાયા હતા અને તેમણે ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમનો માર્ગ લીધો.


​​​​​​​

ચાર-પાંચ વર્ષથી વરસાદ પશ્ચિમ માર્ગ તરફ આગળ વધી રહ્યો છે. તાપમાનમાં વધારો થવાથી વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. જેના કારણે ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવાં સૂકા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી રહ્યો છે.